WELCOME


You are welcomed to the flow of thoughts...

બુધવાર, 13 જુલાઈ, 2016

આ શહેરને થયુ છે,શું?

આ ધમધમતા શહેરને થયુ છે, શું?
આ નદીની લહેરને થયુંં છે , શું?
કેમ, આકાશ ઓકે છે કાળા ધુમાડા ?
આ શહેરના ઉચ્છવાસને થયુ છે શું?
કોણ વહી રહ્યુ છે સાબરમતીના વ્હેણ માં?
સાબર- હાથના સંગમને થયું છે, શું?
અરે અહીં માત્ર સસલાં જ લડતાંં'તા કુતરાઓ સામે
આ માણસોની મહોલાતને થયું છે, શું?
પોળોની વચાળે ઉભરાતો અનહદ 'પ્રેમ'
ઓ 'દ્વિજ' એ પ્રેમ ના પુર ને થયુ છે, શું?

                                                  -  ચૈતન્ય    'દ્વિજ '

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો